બધાને એકમેકથી સંબંધ છે.
તમારું શારીરિક સ્વાસ્થ્ય તમારા મન સાથે જોડાયેલું છે; તમારું સામાજિક જીવન તમારા પરિવાર સાથે જોડાયેલું છે;
અને તમારી અંતરંગ ભાવદશા તે સર્વ સાથે જોડાયેલ છે. જેમકે તમારા હાથની આંગળીઓ ભલે અસમાન હોય પણ અલગ ન હોય.
પૂજ્ય ગુરુદેવશ્રીની ફિલસૂફી આપણને બતાવે છે કે સાચું આરોગ્ય છે: સર્વગ્રાહી સુખાકારી.
સર્વગ્રાહી સુખાકારી
સર્વગ્રાહી સુખાકારી એ એસઆરએમડીના અભ્યાસક્રમોનો એક મુખ્ય કાર્યક્રમ છે, જે તમારી શારીરિક, માનસિક, પારિવારિક, સામાજિક અને આધ્યાત્મિક સુખાકારી માટે સુસંગતતા, સંતુલન અને પરિપૂર્ણતાની ગહન ભાવના લાવવા માટે રચાયેલ છે.
તે કરવા યોગ્ય છે એના પાંચ કારણો
સર્વગ્રાહી
સર્વગ્રાહીત્વ છે અમારો અભિગમ. સ્વસ્થતા છે અમારી રજૂઆત. સ્વસ્થ રહેવા માટેના સંપૂર્ણ પરીક્ષેત્રની જાણકારી મેળવો. આ માત્ર એક અભ્યાસક્રમ નથી; આ છે સંતુલિત જીવન માટે તમારા માર્ગનો નકશો.
વ્યવહારુ અને પ્રભાવક
આ પૂજ્ય ગુરુદેવશ્રીના ઉપદેશોનું હાર્દ છે ગહન અભ્યાસક્રમના રૂપમાં. આજના વૈશ્વિક નાગરિક માટે શાશ્વત સત્યનું ઉદ્બોધન છે આધુનિક સાધનોમાં.
સમૃદ્ધ અને સુસંગત
ન ગૂંચવણ, ન ટુકાણ કે ન મંદતા. આ અભ્યાસક્રમ કરે છે 21મી સદીની જટિલતાઓનુ વર્ણન અને પ્રદાન કરે છે રોજિંદા જીવનમાં લાગુ કરી શકાય તેવો સ્પષ્ટ, કાર્યક્ષમ ઉકેલ.
વ્યક્તિગત
જીવંત ઊર્જાસભર પ્રેરણાત્મક રૂમની વર્ચ્યુઅલ રીતે નકલ ન કરી શકાય . તમારા માર્ગદર્શક સાથે જોડાણ કરો અને સાથેના સહભાગીઓ સાથે જોડાઓ, એનો નિ:સંશય વિશેષ પ્રભાવ પડશે.
સાથે લઈ જવું
એસઆરએમડી અભ્યાસક્રમો પોર્ટલની વિશિષ્ટ ઍક્સેસ મેળવો અને દરેક આરોગ્યને મજબૂત બનાવો જેમ કે: હેલ્થ ટ્રેકર, વ્યક્તિગત માર્ગદર્શન, ઉચ્ચ અભ્યાસક્રમ અને એવા અનેક ટેક અવે પોઇન્ટ્સ દ્વારા આ દરેક પ્રકારના આરોગ્યને સુદ્રઢ બનાવો.
પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા ઝીણવટપૂર્વક રચાયેલ આ અભ્યાસક્રમ તમને સર્વગ્રાહી સુખાકારી તરફની તમારી યાત્રા શરૂ કરવા માટે વ્યવહારિક જ્ઞાન અને સમર્થ વિધિઓથી સજ્જ કરે છે.