પ્રેરણા

શ્રીમદ્ રાજચંદ્રજી

અત્યંત વિરલ વિભૂતિઓમાંનાં એક પરમ ઉપકારી, દિવ્ય શિલ્પી શ્રીમદ્ રાજચંદ્રજી, જેમણે સર્વના હિતને અર્થે આધ્યાત્મિક કલ્યાણનો માર્ગ કંડાર્યો. શ્રીમદ્જી ૧૯મી સદીના ઉત્તરાર્ધના કવિ-તત્વજ્ઞ, તેમની ઉચ્ચ આધ્યાત્મિક દશા, અસાધારણ પ્રતિભા ભગવાન મહાવીરના ઉપદેશોના અદ્ભુત વિવરણ, અને સાહિત્યિક સર્જન માટે અત્યંત આદરણીય છે. મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે પ્રશસ્તિ પામેલા, શ્રીમદ્જીનો રાષ્ટ્રપિતા પર વિલક્ષણ અને વિધાયક પ્રભાવ હતો.

સંસ્થાપક

પૂજ્ય ગુરુદેવશ્રી

પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી એક જ્ઞાની ગુરુ, આધ્યાત્મિક દિવ્ય દ્રષ્ટા, સાંપ્રત યુગના આર્ષદ્રષ્ટા અને શ્રીમદ રાજચંદ્રજીના પરમ ભક્ત છે. ભગવાન મહાવીર પ્રણિત પંથના પ્રરૂપક, શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર- છ ખંડોમાં 206 કેન્દ્રો ધરાવતી આધ્યાત્મિક સંસ્થાના સંસ્થાપક છે.

અનુભવ સાથે સિદ્ધાંત અને હૃદય સાથે બુદ્ધિનો સુમેળ કરનારા પૂજ્ય ગુરુદેવશ્રી અંતરંગ યાત્રાએ આનંદપૂર્વક જવા અર્થે તેજસ્વી/પ્રભાવશાલી અને સાધકીય સાધનો પ્રદાન કરે છે. તેઓ આજે વિશ્વભરમાં હજારો લોકોનું સશક્તિકરણ અને રૂપાંતરણ કરી રહ્યા છે.

સ્થાન

સુરક્ષિત અને આત્મીય વાતાવરણમાં એસઆરએમડીના અભ્યાસક્રમોના અનુભવમાં ઊંડા ઊતરો - પછી તે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરની રમણીય ખીણ હોય, કે વિશ્વભરમાં અમારા દ્વારા વિચારપૂર્વક પસંદ કરાયેલા કોઈપણ સ્થાનો..

ભારતના દક્ષિણ ગુજરાતના ધરમપુરના પાદરે એક શાંત ટેકરી પર સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ એ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરનું આંતરરાષ્ટ્રીય મુખ્યા મથક છે. તે એક રણદ્વીપ છે જે તમારી શ્રદ્ધાને પુનર્જીવિત કરશે, અને તમને ખાતરી આપશે કે અહીં અનેઅત્યારે જ રૂપાંતરણ/પરિવર્તન શક્ય છે, સુખ શક્ય છે, આત્મજ્ઞાન શક્ય છે.

આશ્રમની વર્ચ્યુઅલ ટુર લો

Spread over a lush expanse of 223 acres, envisioned by Pujya Gurudevshri, this spiritual sanctuary is a vibrant centre of activity dedicated to the pursuit of a higher existence.

For spiritually parched souls, Shrimad Rajchandra Ashram, Dharampur is an oasis that will revive your faith. It will reassure you that change is possible, happiness is possible, self-realisation is possible, here and now.